મારા દિલની તું એક જ આશ,
મારા માટે તું જ છે મારો આત્મવિશ્વાસ.
હૃદયકુંજ માં છે તારો નિવાસ,
તું જ છે મારું ઘર મારો આવાસ.
મારી આસપાસ હતું આછુપાતળુ અંધારું,
તુજથી થયો ચોતરફ અજવાસ
મીઠું મોં મલકાય છે તારી વાતોથી,
તું જ તો છો મીઠો મુખવાસ,
તારી સૌરભથી મન ભાવુક છે,
અનેરી છે સૌથી અલગ તારી સુવાસ,
તારી સમીપ રહેવું અહોભાગ્ય મારું,
હારું-ફરું તને વીટળાઈ રહીને,
તારી સંગ ખેડું દુનિયાભરનો પ્રવાસ,
તને બનાવીને મારા હૃદયનો ધબકાર,
તારામાં જ થંભ્યો છે મારો શ્વાસ.
મારા માટે તું જ છે મારો આત્મવિશ્વાસ.
હૃદયકુંજ માં છે તારો નિવાસ,
તું જ છે મારું ઘર મારો આવાસ.
મારી આસપાસ હતું આછુપાતળુ અંધારું,
તુજથી થયો ચોતરફ અજવાસ
મીઠું મોં મલકાય છે તારી વાતોથી,
તું જ તો છો મીઠો મુખવાસ,
તારી સૌરભથી મન ભાવુક છે,
અનેરી છે સૌથી અલગ તારી સુવાસ,
તારી સમીપ રહેવું અહોભાગ્ય મારું,
હારું-ફરું તને વીટળાઈ રહીને,
તારી સંગ ખેડું દુનિયાભરનો પ્રવાસ,
તને બનાવીને મારા હૃદયનો ધબકાર,
તારામાં જ થંભ્યો છે મારો શ્વાસ.